અંકલેશ્વર : કાપોદ્રા નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, રૂ. 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત

શંકાસ્પદ લોખંડના પતરા અને પાઇપો, લોખંડના નાના-મોટા ટુકડાઓનો ભંગારનો 795 કિલોનો જથ્થો મળી આવ્યો હતો.

Update: 2023-05-18 12:42 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસે કાપોદ્રા ગામની ઝમઝમ સોસાયટી જવાના રોડ પરથી શંકાસ્પદ ભંગાર સાથે એક ઈસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ કાપોદ્રા ગામની ઝમઝમ સોસાયટી જવાના રોડ નજીક વાહન ચેકીંગ કરતો હતો. તે દરમિયાન બાકરોલ ગામ તરફથી એક ફોર વ્હીલ ટેમ્પો નંબર GJ-18 –BT-2840 આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પામાં તપાસ કરતા શંકાસ્પદ લોખંડના પતરા અને પાઇપો, લોખંડના નાના-મોટા ટુકડાઓનો ભંગારનો 795 કિલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 25 હજારથી વધુનો ભંગાર અને રૂ. 2 લાખનો ટેમ્પો મળી કુલ રૂ. 2.25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાપોદ્રાની સાહીન પાર્ક સોસાયટીમાં રહેતા ઈસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News