અંકલેશ્વર : વીજ ચોરીને અંજામ આપતાં લોકોના પરસેવા છૂટ્યા, GEB દ્વારા વિજ ચેકિંગ હાથ ધરાયું...

શહેરના વિવિધ વિસ્તારોમાં ગુજરાત વિધુત બોર્ડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખી વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Update: 2023-02-21 09:20 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં ગુજરાત વિધુત બોર્ડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખી વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Full View

ભરૂચ જિલ્લામાં ચાલુ માસ દરમ્યાન દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી સામે કડકાઈ સાથે લાલ આંખ કરવામાં આવી છે. ભરૂચના હાંસોટ અને જંબુસર પંથક બાદ હવે અંકલેશ્વર પંથકમાં વીજ ચોરી કરતા લોકો સામે ડીજીવીસીએલ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે, ત્યારે આજે વીજ કંપનીની વિવિધ ટીમોએ અંકલેશ્વર શહેરના અલગ અલગ વિસ્તારોને ધમરોણી નાખ્યું હતું. વહેલી સવારથી જ અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જીઈબી વિભાગે અલગ અલગ ટીમો બનાવી વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં અનેક વીજ મીટરોનું ચેકીંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરીને અંજામ આપતાં લોકોના પરસેવા છૂટ્યા હતા. વિધુત બોર્ડ દ્વારા ચેકીંગ દરમ્યાન વીજ ચોરી કરનારાઓને ઝબ્બે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Tags:    

Similar News