અંકલેશ્વર : ગજાનંદ સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોની પોલીસે કરી ધરપકડ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ગજાનંદ સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ગજાનંદ સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, હસ્તી તળાવ વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટીમાં રહેતા બુટલેગરને અન્ય બુટલેગર વિદેશી દારૂનો જથ્થો આપવા આવનાર છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 45 નંગ બોટલ મળી રૂ. 10 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.