અંકલેશ્વર : રૂ. 21 લાખથી વધુની સોપારીની ગુણો તસ્કરો ઉઠાવી ગયા, CCTV આવ્યા સામે...

પંથકમાં એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદ જતી ટ્રકમાંથી સોપારીની ગુણો અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હતા.

Update: 2022-03-28 12:03 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદ જતી ટ્રકમાંથી સોપારીની ગુણો અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હતા. જોકે, તસ્કરની કરતૂત CCTV કેમેરામાં કેદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અબ્દુલ સુકુર મુડી નામનો ટ્રક ચાલક કર્ણાટકના સીરસી ખાતેથી ટ્રક નંબર KA-20-D-8226માં સોપારીની કુલ 372 ગુણો ભરી અમદાવાદ તરફ જય રહ્યો હતો. તે દરમ્યાન ટ્રકના એન્જિનમાં અવાજ આવતો હોવાથી ટ્રક ચાલકે પટેલ અંકલેશ્વર સિટી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપની બાજુની ખુલ્લી જગ્યામાં પોતાની ટ્રક પાર્ક કરી કેબિનમાં દરવાજા લોક કરી સુઈ ગયો હતો, ત્યારે કોઇ અજાણ્યા ટ્રક ચાલકે અબ્દુલ સુકુરની ટ્રકની બાજુમાં જ ટ્રક પાર્ક કરી સોપારીની 64 જેટલી ગુણોની તસ્કરી કરી હતી. એક ગુણમાં કુલ 65 ગ્રામ લેખે કુલ 4160 કિલો ગ્રામ સોપારી હતી. જોકે, રૂપિયા 21 લાખ 84 હજારની કિંમતની સોપારીની ગુણોની ચોરી થતાં ટ્રક ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર શહેર પોલીસે પેટ્રોલ પંપમાં લાગેલા CCTV કેમેરામાં તપાસ કરી હતી, ત્યારે તસ્કરની કરતૂત CCTV કેમેરામાં કેદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News