અંકલેશ્વર: કરિયાણાની દુકાનમાં ચાલતો હતો વિદેશી દારૂનો વેપલો,પોલીસે બુટલેગરની કરી ધરપકડ

શહેર પોલીસે સરદાર પટેલ હોસ્પિટલ રોડ ઉપર આવેલ જલારામ કરીયાણાની દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો

Update: 2022-10-11 07:33 GMT

અંકલેશ્વર શહેર પોલીસે સરદાર પટેલ હોસ્પિટલ રોડ ઉપર આવેલ જલારામ કરીયાણાની દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વરના એસટી ડેપો પાસે આવેલ માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતો સંદીપકુમાર ઉર્ફે મુનનો પ્રવિનચંદ્ર મોદી સરદાર પટેલ હોસ્પિટલ રોડ ઉપર આવેલ જલારામ કરીયાણાની દુકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 68 નંગ બોટલ મળી કુલ 30 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News