અંકલેશ્વર: ધો. 12 આર્ટસના વિધાર્થીએ ચિત્રકલાથી રાજ્યકક્ષાએ નામના મેળવી, જિલ્લાનું ગૌરવ વધાર્યું

ધોરણ 12 આર્ટ્સના વિધાર્થી રાજયભરમાં ચિત્રકલા ક્ષેત્રે ડંકો વગાડી દ્વિતીય ક્રમ હાંસલ કરી શાળા તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

Update: 2022-06-14 11:08 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ધોરણ 12 આર્ટ્સના વિધાર્થી રાજયભરમાં ચિત્રકલા ક્ષેત્રે ડંકો વગાડી દ્વિતીય ક્રમ હાંસલ કરી શાળા તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા વ્યવસ્થાપક સમિતિની રાહબરી નીચે જિલ્લા રમતગમત અધિકારી કચેરી ભાવનગર શહેર દ્વારા રાજ્ય કક્ષા કલા મહાકુંભનો કાર્યક્રમ ગત તારીખ 10 મી જૂનના રોજ ભાવનગર મુકામે યોજવામાં આવ્યો હતો.આ કલા મહાકુંભમાં શ્રી ટી .એમ. શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યા મંદિર અંકલેશ્વરના ધોરણ 12 આર્ટસના વિદ્યાર્થી સાહિલ રાઠવા દ્વારા ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો, તેને ચિત્રકલા વિભાગમાં તાલુકા, જિલ્લા, ઝોન કક્ષાએ ખૂબ જ સારું કલા કૌતક બતાવ્યું હતું.

સાહિલ રાઠવાને હવે તેની કલા કૃતિ લઈ રાજ્ય કક્ષાએ જવાનો અવસર પ્રાપ્ત થયો હતો, રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરીને શાળાનું તેમજ જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કરી ગૌરવ પ્રદાન કર્યું હતું, વિદ્યાર્થી સાહિલ રાઠવા તેમજ શાળા સંચાલક મંડળના પ્રમુખ અરુણ ગાંધી ,મંત્રી સંજય ગાંધી, ઉપપ્રમુખ પ્રકાશ ભરૂચી, શાળાના ઇન્ચાર્જ આચાર્ય હિરેન પાડવી, તેમજ શાળાના ચિત્ર શિક્ષક મહેશ વસાવા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Tags:    

Similar News