અંકલેશ્વર : પાનોલીની ટાયર કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 5.45 લાખના મુદ્દામાલ 2 શખ્સોની અટકાયત..

અંકલેશ્વર રૂરલ પોલીસે 2 આરોપીઓની રૂપિયા 5.45 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Update: 2022-01-12 11:58 GMT

ભરૂચ જિલ્લાના પાનોલી GIDCની મહનસુરીયા ટાયર કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી અંકલેશ્વર રૂરલ પોલીસે 2 આરોપીઓની રૂપિયા 5.45 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લામાં મીલકત સંબધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કર્યું હતું. જે અનુસંધાને અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં પાનોલી GIDCની મહનસુરીયા ટાયર કંપનીમા થયેલ રૂપિયા 5.45 લાખના સરસામાનની ચોરી બાબતે

તપાસ હાથ ધરી 2 આરોપીઓની સઘન પુછપરછ કરતા આરોપીઓએ થોડા દિવસ અગાઉ પાનોલી GIDCમાં આવેલ મહનસુરીયા ટાયર કંપનીમા ચોરી કરી અને ચોરીનો મુદ્દામાલ રાજપીપળા ચોકડી નજીક આવેલ ઝુબેરનગરમાં ભંગારની દુકાનની પાછળ આવેલ ગોડાઉનમાં સંતાડી રાખેલ હોવાનું કબુલાત આપી હતી, ત્યારે અંકલેશ્વર રૂરલ પોલીસે ચોરી થયેલ 5,73,372 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સુનિલકુમાર સહાની અને અજયપાલસિંઘની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News