અંકલેશ્વર : "શ્રી પરશુરામ કુંડ આમંત્રણ યાત્રા"નું વિપ્ર ફાઉન્ડેશન અને બ્રહ્મ સમાજે કર્યું ભવ્ય સ્વાગત...

અરુણાચલ પ્રદેશમાં નિર્માણ પામશે પરશુરામજીની પ્રતિમા, પંચધાતુમાંથી 51 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમાનું કરાશે નિર્માણ

Update: 2022-11-27 14:03 GMT

અરુણાચલ પ્રદેશ ખાતે વિપ્ર ફાઉન્ડેશન દ્વારા શ્રી વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામની પંચધાતુમાંથી 51 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે "શ્રી પરશુરામ કુંડ આમંત્રણ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું છે. પરશુરામ કુંડ તીર્થના સ્થાપન અને જન ચેતના હેતુ અમ્રુત ભારત રથ સમગ્ર દેશના વિવિધ પ્રદેશોમાંથી પસાર થઈને આજરોજ સુરતથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર આવી પહોચ્યો હતો.

વાલિયા ચોકડી ખાતે વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ ઝોન-15 અંકલેશ્વર એકમ દ્વારા અમ્રુત ભારત રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી પરશુરામ કુંડ આમંત્રણ યાત્રા આગળ વધતાં અંકલેશ્વર શહેરના પ્રતિન ચોકડી થઈ મહાવીર ટર્નિંગ, ONGC બ્રિજ, ત્રણ રસ્તા થઈને રામકુંડ પહોચી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા વિપ્ર ફાઉન્ડેશનના પ્રમુખ યોગેશ પારિક, વિપ્ર ફાઉન્ડેશનના મહામંત્રી કે.આર.જોશી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ઝોનના પ્રમુખ લલિત શર્મા, ભાસ્કર આચાર્ય  તેમજ મોટી સંખ્યામાં વિપ્ર ફાઉન્ડેશન સહિત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News