અંકલેશ્વર:ફીટ ઇન્ડિયા મૂવમેન્ટના સંદેશ સાથે કચ્છના આશાપુરા માતાજીના મઢ જઈ રહેલ સાયકલયાત્રીઓનું કરાયું સન્માન

આસ્થા ગ્રુપ સૂરતના ૭૫ સાયકલ યાત્રીઓ આશાપુરા માતાજીના મઢ ખાતે જવા રવાના થયા હતા. જેઓનું અંકલેશ્વરની પાટીદાર સમાજની વાડી ખાતે આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Update: 2022-09-20 07:49 GMT

આસ્થા ગ્રુપ સૂરતના ૭૫ સાયકલ યાત્રીઓ આશાપુરા માતાજીના મઢ ખાતે જવા રવાના થયા હતા. જેઓનું અંકલેશ્વરની પાટીદાર સમાજની વાડી ખાતે આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આઝાદીના અમૃત મહોત્સવના અંતર્ગત પેડલ ફોર અવેરનેસ અને ફીટ ઇન્ડિયા મૂવમેન્ટના સંદેશ સાથે આસ્થા ગ્રુપ સૂરતના ૭૫ સાઇકલ યાત્રીઓ દ્વારા રેકોર્ડ સ્થાપવા માટે સુરતથી કચ્છના આશાપુરા માતાજીના મઢ સુધી ૭૫૦ કિલોમીટર સુધી સાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેઓ આજે સુરતથી નીકળ્યા છે જેઓ આજરોજ અંકલેશ્વર શહેરમાં આવેલ પાટીદાર સમાજની વાડી ખાતે આવી પહોંચતા તેઓનું ભરૂચ-અંકલેશ્વર સાઇકલીસ્ટ ગ્રુપના નીલેશ ચૌહાણ અને સ્વેતા વ્યાસે ભવ્ય સ્વાગત કર્યું હતું આ ૭૫ સાઇકલ યાત્રીઓ રોજ ૭૫ કિલોમીટર અંતર કાપવા સાથે ૭૫ મિનીટ માતાજીની આરાધના કરવા સાથે ૭૫ વૃક્ષોનું વાવેતર કરી અંકલેશ્વરથી ભરૂચ થઇ આગળ રવાના થશે જેઓ ૨૭મી સપ્ટેમ્બરના રોજ માતાજીના મઢ ખાતે પહોંચી વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાશે

Tags:    

Similar News