ભરૂચ : બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરનાર જય અંબે સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 10 તથા 12ના રેન્ક હોલ્ડર વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2022-06-25 10:19 GMT

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 10 તથા 12ના રેન્ક હોલ્ડર વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના આચાર્યોના હસ્તે તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, ત્યારે આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળા ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહ દરમ્યાન મોટી સંખ્યામાં ઉપસ્થિત વિધાર્થી સહિત વાલીઓએ પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી માધ્યમના આચાર્ય મેઘના ટંડેલ અને અંગ્રેજી માધ્યમના આચાર્ય સીમી વાધવાએ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનપત્ર પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ ઉચ્ચ કારકિર્દી માટે શાળાના આચાર્યોએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

Tags:    

Similar News