ભરૂચ : "રાષ્ટ્રીય દીકરી દિવસ"ની ઉજવણી નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન ખાતે ચિત્ર સ્પર્ધા યોજાય...

રાષ્ટ્રિય દિકરી દિવસની ઉજવણીનું આયોજન ભરૂચ શહેરના જૂના બજાર વિસ્તારમાં આવેલ જન શિક્ષણ સંસ્થાન ખાતે કરવામાં આવ્યું હતું.

Update: 2022-01-24 12:26 GMT

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા મંત્રાલય ભારત સરકારના માર્ગદર્શન મુજબ "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત રાષ્ટ્રિય દિકરી દિવસની ઉજવણીનું આયોજન ભરૂચ શહેરના જૂના બજાર વિસ્તારમાં આવેલ જન શિક્ષણ સંસ્થાન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દીકરી દિવસની થીમ આધારિત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ દીકરીના માહત્મ્યને વર્ણવી તેનું સન્માન કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખપદે નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના અધ્યક્ષા ઈન્દિરા રાજ તેમજ અતિથિ વિશેષ પદે સખી વન સ્ટોપ સેન્ટરના જાહનવી દર્શન તેમજ પૂર્વ શિક્ષણ નિરીક્ષક કે.કે.રોહિત, શાસનાધિકારી નિશાંત દવે, જન શિક્ષણ સંસ્થાનના નિયામક ઝયનુલ સૈયદ સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં જન શિક્ષણ સંસ્થાનની બહેનો ઉપસ્થિત રહી હતી.

Tags:    

Similar News