ભરૂચ: ઓછા ભાવે ડોલર આપવાની લાલચે અપહરણ કરી રૂપિયા પડાવતી ટોળકી ઝડપાય

Update: 2021-07-06 07:11 GMT

ભરૂચ નેશનલ હાઇવે પર સ્વામીનારાયણ મંદિર આગળ બ્રિજ પર અમેરિકન ડોલર આપવાના બહાને સુરતના યુવાન સાથે રૂપિયા 1.70 લાખની છેતરપિંડી કરી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા આ મામલામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપીઓ લોકોને ઓછા ભાવે ડોલર આપવાના બહાના હેઠળ કારમાં અપહરણ કરી રૂપિયા પડાવતા હોવાનું બહાર આવ્યું છે

સુરત શહેરમાં આવેલ લંબે હનુમાન રોડ ઉપર આવેલ મોતીનગર સોસાયટી ખાતે રહેતો ઉમેશ કલ્સરીયા રેડિમેડ કપડાં રાખી હોલસેલનો વેપાર કરે છે, જે વેપારીને તેઓના સંબંધીએ સુરતના વિનુભાઈનો સંપર્ક કરાવ્યો હતો. વિનુભાઇ સસ્તા ભાવે ડોલર આપવાનું કહી યુવાનને સુરતના કામરેજથી ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામી નારાયણ મંદિર પાસે લાવ્યા હતા.જયેશ પટેલ નામના ઈસમ પાસેથી ડોલર લેવાનું કહ્યું હતું જે બાદ વિનુ અને જયેશ પટેલ સહિત કાર ચાલક યુવાનને કારમાં બેસાડી વડોદરા તરફ લઈ જઈ તોડી દૂરથી યુટર્ન મારી કાર ઝાડેશ્વર ચોકડી તરફ વાળી હતી અને સ્વામી નારાયણ મંદીર સામેના નેશનલ હાઇવે પર બ્રિજ પર ઉતારી રૂપિયા 1.70 લાખ લઈ ફરાર થઈ ગયા હતા.

આ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોધાયો હતો. પોલીસે ઝાડેશ્વર ચોકડી નજીક વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવાયેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં કાર નજરે પડી હતી જે બાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળતા આણંદ નજીકથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે વિનુ ગોહિલ,વાલજી મકવાણા,હસમુખ મકવાણા અને અખ્તર રતનિયા નામના આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ લોકોને સસ્તા ભાવે ડોલર આપવાના બહાના હેઠળ કારમાં બેસાડી અપહરણ કરતાં અને બાદમાં રૂપિયા પડાવી લઈ હાઇવે પર નિર્જન સ્થળે છોડી ફરાર થઈ જતા હતા.

Tags:    

Similar News