ભરૂચ: ટ્રેનમાં ચઢવા જઈ રહેલ યુવતીના રૂ.48 હજારના મોબાઈલની ચોરી, રેલ્વે પોલીસે તપાસ શરૂ કરી

યુવતીના ખિસ્સામાંથી અજાણ્યો ઇસમ ૪૮ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો

Update: 2023-05-07 08:25 GMT

ભરૂચ રેલ્વે સ્ટેશન પર પાણી બોટલ લઇ ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા જતી યુવતીના ખિસ્સામાંથી અજાણ્યો ઇસમ ૪૮ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગાર્ડન સીટી રોડ સ્થિત રાધે ક્રિષ્ના બંગ્લોઝ રહેતી પ્રીયાંસી અર્પણકુમાર મોદી ગતરોજ નડિયાદથી અંકલેશ્વર આવવા માટે ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઇ આવી રહી હતી તે દરમિયાન ભરૂચ રેલ્વે સ્ટેશન ઉપર પાણીની બોટલ લેવા માટે ઉતરી હતી અને પરત ટ્રેનમાં ચઢવા જતી હતી તે વેળા અજાણ્યો ઇસમ તેણીના ખિસ્સામાં રહેલ ૪૮ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો મોબાઇલ ચોરી અંગે રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News