ભરૂચ: વાલિયાના જોખલા ગામમાં દીપડાએ કર્યું શ્વાનનું મારણ, દીપડાના આતંકથી ગ્રામજનોમાં ફફડાટ

ખેતરમાં વહેલી સવારે દીપડાએ શ્વાન ઉપર હુમલો કરી તેને ફાડી ખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.

Update: 2022-07-30 11:19 GMT

વાલિયા તાલુકાના જોખલા ગામની સીમમાં આવેલ ખેતરમાં વહેલી સવારે દીપડાએ શ્વાન ઉપર હુમલો કરી તેને ફાડી ખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. વાલિયા-નેત્રંગ તાલુકો જંગલ વિસ્તારમાં આવ્યો હોવાથી જંગલી પ્રાણીઓ દેખાતા દેતા હોવાની અનેક કિસ્સા પ્રકાસમાં આવ્યા છે ત્યારે આજરોજ વહેલી સવારે વાલિયા તાલુકાના જોખલા ગામની સીમમાં આવેલ ખેતરમાં રહેતા રતિલાલ વસાવાની વાડીએ ઘસી આવ્યો હતો અને બહાર રહેલ શ્વાન ઉપર હુમલો કરી તેને ખેંચી જઈ ફાડી ખાધો હતો

આ ઘટનાને પગલે રતિલાલ વસાવા જાગી જતા તેણે તાત્કાલિક ગ્રામજનોને જાણ કરી હતી જેને પગલે આજુબાજુ ગામના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ચારેય બાજુથી દીપડાને ઘેરો નાખ્યો હતો અને વાલિયા વન વિભાગની કચેરી ખાતે જાણ કરી હતી વાલિયા વન વિભાગના બીટ ગાર્ડ સુરેજ કુરમી અને નેત્રંગ વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને દીપડાને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી જો કે દીપડો પલાયન થઈ ગયો હતો. દીપડાએ શ્વાનનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags:    

Similar News