ભરૂચ : બંબાખાના વિસ્તારમાં ગેસ ગળતરની ઘટના,એક મહિલા ગંભીર રીતે દાઝી

ભરૂચના બંબાખાના વિસ્તારની લલ્લુભાઇની ચાલના એક મકાનમાં અચાનક ગેસ બોટલ લાઈનમાં લીકેજ થતાં ભડકાથી એક મહિલા દાઝી હતી.

Update: 2022-04-03 10:38 GMT

ભરૂચના બંબાખાના વિસ્તારની લલ્લુભાઇની ચાલના એક મકાનમાં અચાનક ગેસ બોટલ લાઈનમાં લીકેજ થતાં ભડકાથી એક મહિલા દાઝી હતી. જ્યારે ઘરમાં રહેલ એક પુરૂષને પણ ઇજાઓ પહોંચતા બન્નેને સારવાર અર્થે ખસેડાયા હતા.

મળતી માહિતી અનુસાર, ભરૂચના બંબાખાના વિસ્તારની લલ્લુભાઇની ચાલના એક મકાનમાં અચાનક ગેસ બોટલમાં લીકેજના પગલે થયેલ ભડકાથી બુમરાણ મચતા એક સમયે આસપાસના સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. ગેસ લિકેજમાં થયેલ ભડકાના પગલે શીતલ વસાવા દાઝી ગયા હતા, જ્યારે બલદેવવસાવાને નાની મોટી ઇજાઓ પહોંચતા 108માં સારવાર અર્થે ખસેડાયા હતા.ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગેસનો બોટલ લીકેજથી લાગેલ આગને તેમજ લિકેજને કાબુમાં લીધી હતી.

Tags:    

Similar News