ભરુચ : ઝઘડિયાના મુલાદ ગામ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતા એક યુવકનું મોત, પાંચ બહેનો નો એકનો એક ભાઈ

ભરૂચ જિલ્લાના લુવારાના રહીશ જુમ્માશા નાથુશા દિવાનને સંતાનમાં પાંચ દીકરીઓ અને એક દીકરો છે. જે ગાદલા બનાવવાનું કામ કરે છે

Update: 2023-06-17 06:18 GMT

ભરૂચ જિલ્લાના લુવારાના રહીશ જુમ્માશા નાથુશા દિવાનને સંતાનમાં પાંચ દીકરીઓ અને એક દીકરો છે. જે ગાદલા બનાવવાનું કામ કરે છે અને તેનું નામ ઇકબાલશા ઉર્ફે ઇસુફ દિવાન છે. ગતરોજ ઇકબાલશા અને ગામમાં જ રહેતાં તેના મિત્ર અઝરૂદ્દીન સાથે અંકલેશ્વરમાં ગાદલા બનાવવા માટેના કાપડની ખરીદી કરવા માટે ગયાં હતાં. દરમિયાન સાંજે 4.30 વાગ્યાના અરસામાં તેના પરિવારને ઇકબાલશાનો મુલદ હાઇવે પર અકસ્માત થયો હોવાની જાણ થઇ હતી. ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતાં અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઇજાના પગલે ઇકબાલશાનું સ્થળ પર જ મોત થયું હતું. જયારે તેના મિત્રને ઇજા થઇ હોવાથી સારવાર માટે ભરૂચની સિવિલમાં ખસેડાયો હતો. પાંચ બહેનોના એકના એક ભાઇના મોતના પગલે પરિવારમાં શોકનો માતમ છવાઇ ગયો હતો. અકસ્માત બાદ ભાગી છૂટેલા ડમ્પરના ચાલક વિરૂધ્ધ મૃતકના પિતાએ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Tags:    

Similar News