ભરૂચ : ગુજરાત યુવા કોંગ્રેસ પ્રભારી રાજેશ સિન્હાની અધ્યક્ષતામાં યુથ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાય...

લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનથી દરેક સીટો પર ચૂંટણી લડવામાં આવશે, અને વધુને વધુ સીટો જીતવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે

Update: 2023-08-26 12:02 GMT

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી મિટિંગ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી રાજેશ સિન્હાની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આવનાર લોકસભાની ચૂંટણીની તૈયારીમાં તમામ રાજકીય પાર્ટીઓએ કમર કસી છે, ત્યારે યુથ કોંગ્રેસ પણ સંગઠન મજબૂત કરવા મેદાન ઉતરી છે. તેવામાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી મિટિંગ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે યોજવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત લોકોને સંબોધતા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી રાજેશ સિન્હા યુવા કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, યુથ કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે સોશિયલ મીડિયા પર તમામ યુથે સક્રિય રહેવું જોઈએ.

આ સાથે જ ગામે ગામ ઘરે ઘરે ફરીને લોકોની સમસ્યા જાણો અને સ્થાનિક ક્ક્ષાએ આંદોલન કરો તેમજ યુથ કોંગ્રેસમાં વધુને વધુ લોકોને જોડો અને આવનાર લોકસભાની ચૂંટણીની તૈયારીમાં હમણાંથી જ કામે લાગી જવાનું આહવાન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ યુથના પ્રભારી રાજેશ સિન્હાએ જણાવ્યું હતું કે, આવનારી લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનથી દરેક સીટો પર ચૂંટણી લડવામાં આવશે, અને વધુને વધુ સીટો જીતવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે અને આવનાર ચૂંટણી વધુને વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાવાના પ્રયાસ કરવા યુથ કોંગ્રેસ દ્વારા મીટીંગ સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ કારોબારી મિટિંગમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિંહ રણા, પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, શેરખાન પઠાણ, પ્રદેશ ઉપપ્રમુખ NSUI યોગી પટેલ સહિતના હોદ્દેદારો અને યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News