ભરૂચ : SRF ફાઉન્ડેશન-નેત્રંગ દ્વારા નવતર પ્રયોગ, કમ્પ્યુટર બસ થકી ૩ હજાર વિદ્યાર્થીઓને અપાયું શિક્ષણ...

Update: 2023-06-10 14:36 GMT

ભરૂચ જીલ્લામાં કમ્પ્યુટર બસ દ્વારા બાળકો, યુવાનો અને સ્ત્રીવર્ગને ઘર આંગણે કમ્પ્યુટરના ઉપયોગ વિશે નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે કમ્પ્યુટર બસ થકી નેત્રંગ તાલુકાના ૩ હજારથી વધુ વિદ્યાર્થીઓને કમ્પ્યુટર અભ્યાસ પુરો પાડવામાં આવ્યો છે.

આજના ડિજિટલ યુગમાં કમ્પ્યુટર રોજબરોજની જીવનશૈલી સાથે સર્વ પ્રકારે વણાઈ ગયું છે. દરેક વર્ગના લોકોને કમ્પ્યુટરના ઉપયોગ વિષે જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે.છેવાડાના માનવીનું સંતાન પણ શિક્ષણ-કેળવણીની મુખ્યધારા સાથે જોડાય તેવા પ્રયાસો સતતપણે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહ્યા છે. તેવામાં આધુનિક યુગમાં કમ્પ્યુટરની જરૂરીયાતને ધ્યાનમાં લઇને એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા એક નવતર પ્રયોગ કમ્પ્યુટર એજ્યુકેશન ઓન વહીલ્સ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં બસમાં કમ્પ્યુટર્સ, એરકન્ડિશનર, પંખા અને લાઈટ જેવી સુવિધાઓ દ્વારા હરતો ફરતો કમ્પ્યુટર ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે. આ કમ્પ્યુટર બસ દ્વારા બાળકો, યુવાનો અને સ્ત્રીવર્ગને ઘર આંગણે કમ્પ્યુટરના ઉપયોગ વિશે નિઃશુલ્ક શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે. કમ્પ્યુટર બસમાં અત્યાર સુધી લગભગ 3 હજારથી વધુ વિદ્યાર્થીઓને એસઆરએફ ફાઉન્ડેશન હેઠળ કમ્પ્યુટર અભ્યાસ પુરો પાડવામાં આવ્યો છે. નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારોમાં પ્રોજેકટ સ્થળ હોય ત્યાં બસ લઈ જઈને દરરોજ સવારથી સાંજ સુધી અને 3 મહિનાના સમયગાળા દરમ્યાન સ્કુલના શિક્ષકોને પણ કમ્પ્યુટર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ પ્રકારની સુવિધાઓ આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આવકારદાયક માનવમાં આવી રહી છે.

Tags:    

Similar News