ભરૂચ : પરશુરામ ક્રેડીટ સોસાયટી તથા બ્રહમ સોશિયલ ગૃપની વાર્ષિક સાધારણ સભા મળી

ભરૂચમાં કાર્યરત પરશુરામ ક્રેડિટ સોસાયટી તેમજ બ્રહ્મ સોશિયલ ગ્રુપની વાર્ષિક સાધારણ સભા ભરૂચ ડિસ્ટ્રીકટ બેન્કના સભાખંડ ખાતે મળી હતી

Update: 2021-07-11 11:50 GMT

ભરૂચમાં કાર્યરત પરશુરામ ક્રેડિટ સોસાયટી તેમજ બ્રહ્મ સોશિયલ ગ્રુપની વાર્ષિક સાધારણ સભા ભરૂચ ડિસ્ટ્રીકટ બેન્કના સભાખંડ ખાતે મળી હતી....

ભરૂચમાં શહેરમાં વસતાં બ્રહમ સમાજના આર્થિક પ્રશ્નોના નિરાકરણ માટે પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી તેમજ બ્રહ્મ સોશિયલ ગૃપ કાર્યરત છે. આ બંને સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાનું આયોજન રવિવારના રોજ ભરૂચ ડીસ્ટ્રીકટ બેંકના સભાખંડમાં કરાયું હતું. સાધારણ સભાના પ્રારંભમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા ભૂદેવોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામા આવી હતી. સભામાં પરશુરામ ક્રેડિટ સોસાયટી તેમજ બ્રહ્મસોશ્યલ ગ્રુપમાં મહત્વપૂર્ણ કાર્ય કરનાર રજનીકાંત રાવલને સન્માનિત કરાયાં હતાં. સભામાં પ્રમુખ શૈલેષ દવે, ઉપ-પ્રમુખ પ્રદીપ રાવલ, માનદમંત્રી જ્યેન્દ્ર ઉપાધ્યાય તથા અન્ય હોદેદારો તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતાં.

Tags:    

Similar News