ભરૂચ : મતદાન જાગૃતિ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા બાઇક રેલીનું કરાયું આયોજન

વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચેય બેઠક ઉપર તારીખ-૧ ડિસેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

Update: 2022-11-17 10:30 GMT

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી મતદાન જાગૃતિ માટે અંતર્ગત બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચેય બેઠક ઉપર તારીખ-૧ ડિસેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશેઆ લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે લોક જાગૃતિ ફેલાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણીના સ્વીપ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી અધિક નિવાસી કલેકટર એન.આર.ધાધલે લીલી ઝંડી બતાવી બાઈક રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી પાંચબત્તી સર્કલ, રેલ્વે સ્ટેશન, કસક સર્કલ, શીતલ સર્કલ થઈ કોલેજ રોડ, ભોલાવ બ્રીજથી કલેકટર કચેરી અને શકિતનાથ સર્કલ થઈ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પરત ફરી હતી આ રેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.આર.ગાંગુલી,જિલ્લા શિક્ષણાધિકારી કીશન એફ.વસાવા, સ્વીપ નોડલ અધિકારી અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડૉ. દીવ્યેશ પરમાર તેમજ બી આર સી કો-ઓર્ડીનેટર, પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ, કોલેજના વિદ્યાર્થીઓએ અને સામાજિક સંસ્થાઓના સભ્યો જોડાયા હતા.

Tags:    

Similar News