ભરૂચ: કેબિનેટ પ્રધાન પુર્ણેશ મોદીની જન આશીર્વાદ યાત્રા, વરસાદના વિઘ્ન વચ્ચે કરાયું સ્વાગત

Update: 2021-10-09 13:07 GMT

રાજયમાં નવા મંત્રી મંડળની રચના બાદ નવા વરાયેલ મંત્રીઓ દ્વારા જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી રહી છે જે અંતર્ગત કેબિનેટ પ્રધાન પુર્ણેશ મોદીએ ભરૂચમાં જન આશીર્વાદ યાત્રામાં હાજરી આપી હતી

રાજ્યમાં નવા મંત્રીમંડળમાં સામેલ થયેલા ભાજપના નવા મંત્રીઓ જન આશીર્વાદ યાત્રા પર નિકળ્યા છે. કેબિનેટ પ્રધાન પુર્ણેશ મોદી ભાજપની જન આશીર્વાદ યાત્રા સાથે ભરૂચ શહેરમાં પ્રવેશ્યા હતા.સૌ પ્રથમ જન આશીર્વાદ યાત્રા શ્રવણ ચોકડી ખાતે આવેલ શ્રવણ સ્કૂલ ખાતે પહોંચી ત્યાં મહિલા હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ ભવ્ય સ્વગાટ કર્યું હતુ. શ્રવણ સ્કૂલ બાદ યાત્રા લિંક રોડ પાર આવેલ મોઢેશ્વરી માતાના મંદિર પહોંચી હતી. જ્યાં પુર્ણેશ મોદીએ માતાજીની આરતી ઉતારી હતી. આ બાદ સ્ટેચ્યું પાર્કમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખભાઇ વસાવા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.રાજપૂત છાત્રાલય ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ પ્રધાન પુર્ણેશ મોદીએ સંબોધન કર્યું હતું

Tags:    

Similar News