ભરૂચ: સામાન્ય સભામાં સ્ટ્રીટ લાઈટ કનેશન કપાવા સહિતના મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક

Update: 2023-01-31 13:00 GMT

ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા યોજાય હતી જેમાં વિવિધ પ્રશનો બાબતે વિપક્ષ કોંગ્રેસ અને સત્તાપક્ષ ભાજપ વચ્ચે ચકમક સર્જાય હતી ભરૂચ નગરપાલિકાની વર્ષ 2023ની પ્રથમ સામાન્ય સભા મળી હતી.જેમાં પાલિકાના બાકી પડતા લાઈટ બિલ ,સહિત અન્ય મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે થોડી ઘણી ચકમક સર્જાઈ હતી.વિવિધ 34 મુદ્દે સમાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

Full View

સભાના પ્રારંભમાં જ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શહેરની સ્ટ્રીટ લાઈટ બંધ થવા મુદ્દે,સફાઈ કામદારો સહિતના અન્ય મુદ્દાઓને લઈ ચકમક સર્જાઈ હતી.જેમાં પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ ત્રણ રજાના કારણે વીજ બિલની રકમ ભરી શકાય ન હોવાનું કહી આવી સ્થિતિ ભવિષ્યમાં ન સર્જાય તેની ખાતરી આપી હતી. તો વિપક્ષના સભ્યોએ પાલિકાનું શાસન વર્તમાન સમયમાં તમામ બાબતે નિષ્ફળ સાબિત થયું હોવાના આક્ષેપ કર્યા હતા

Tags:    

Similar News