ભરૂચ : કલેકટર ડૉ. તુષાર સુમેરાના પુત્રનો જન્મ દિવસ, વાંચો કેવી રીતે કરી ઉજવણી

ભરૂચ જિલ્લાના નવા કલેકટર તરીકે ડૉ. તુષાર સુમેરાની નિયુકતિ કરવામાં આવી છે. નવ નિયુકત કલેકટરે તેમના પુત્રના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી છે.

Update: 2022-01-02 12:20 GMT

ભરૂચ જિલ્લાના નવા કલેકટર તરીકે ડૉ. તુષાર સુમેરાની નિયુકતિ કરવામાં આવી છે. નવ નિયુકત કલેકટરે તેમના પુત્રના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી છે.

ભરૂચના કસક ઘરડાઘરમાં અનેક વયસ્કો વસવાટ કરી રહયાં છે. સંતાનો કે પરિવારજનોએ તરછોડી દીધેલાં વયસ્કો ઘરડાઘરમાં એકલવાયું જીવન વ્યતિત કરી રહયાં છે. આ વયસ્કોના જીવનમાં ખુશી લાવવાનો પ્રયાસ કલેકટર ડૉ. તુષાર સુમેરા દ્વારા કરવામાં આવ્યો હતો. કલેકટરે તેમના પુત્રના જન્મદિવસની ખુશી વયસ્કો સાથે વહેંચી હતી. પરિવારથી દુર રહેલાં ઘરડાઘરના વડીલોને તેમના તરફથી ભોજન કરાવવામાં આવ્યું હતું. કલેકટર તરફથી ભોજન મળતાં વડીલોના ચહેરા ઉપર પણ સ્મિત આવી ગયું હતું. કલેકટરની સાથે જલારામ ટ્રસ્ટના જનક મહેતા અને કિશોરસિંહ માંગરોલા હાજર રહયાં હતાં.

Tags:    

Similar News