ભરૂચ: કોંગ્રેસના સભ્યોએ વિકાસ શોધવા ભર સભામાં કાઢ્યું દૂરબીન, ભાજપના સત્તાધીશો થયા લાલઘૂમ

નગર સેવા સદનની સામાન્ય સભા તોફાની બની હતી. વિપક્ષે શાશક પક્ષને સાણસામાં લેવા ચાલુ સભામાં દૂરબીન કાઢી વિકાસ શોધવાનો પ્રયાસ કરતાભારે હંગામો થયો હતો

Update: 2022-07-30 12:18 GMT

ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા તોફાની બની હતી. વિપક્ષે શાશક પક્ષને સાણસામાં લેવા ચાલુ સભામાં દૂરબીન કાઢી વિકાસ શોધવાનો પ્રયાસ કરતાભારે હંગામો થયો હતો

ભરૂચ નગરપાલિકાના સભા ખંડમાં આજે પાલિકાની સામાન્ય સભા યોજાઇ હતી, પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓ ઉપર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક સર્જાઈ હતી. નગરપાલિકાને લગતા વિવિધ ૨૫ જેટલા એજન્ડાઓ પાલિકાની જનરલ મિટિંગમાં મુકવામાં આવ્યા હતા.જેમાં વહીવટી શાખા, એકાઉન્ટ શાખા, હાઉસટેક્ષ શાખા, ફાયર અને મોટર ગેરેજ શાખા, પ.વ.ડી શાખા, લાઈટ શાખા, અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ શાખા, વોટર વર્કસ શાખા, સ્ટોર શાખા તેમજ સીટી ઈજનેર શાખાને લગતા વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી, સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો શહેરના વિકાસના પ્રશ્ને સહિત રોડ રસ્તા જેવી સમસ્યાઓ મામલે એક સમયે ચર્ચામાં આમને સામને આવી ગયા હતા.વિપક્ષના સભ્યોએ પાલિકાનું સત્તા પક્ષ શહેરમાં વિકાસ કરવામાં નિષ્ફળ ગયું હોવાના આક્ષેપો કર્યા હતા તો બીજી તરફ સત્તા પક્ષ તરફથી શહેરમાં વિકાસ થયો જ છે તેમ જણાવતા વિપક્ષના સભ્યોએ સભાગૃહમાં દૂરબીન કાઢી વિકાસને શોધવા માટેના હાસ્યાસ્પદ અંદાજમાં વિરોધ પ્રદર્શન કરતા પાલિકાની સામાન્ય સભા લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની હતી.

Tags:    

Similar News