ભરૂચ: શહેરમાંથી નીકળતા ઘન કચરાના નિકાલ બાબતે આજે પણ થયો વિવાદ, ન.પા.દ્વારા પ્રશ્નના નિરાકરણ માટે અપનાવાયો નવો રસ્તો

ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરભરના કચરાનો નિકાલ જે.બી.મોદી પાર્ક નજીક કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો

Update: 2022-07-23 07:36 GMT

ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરભરના કચરાનો નિકાલ જે.બી.મોદી પાર્ક નજીક કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે મીડિયાના અહેવાલ બાદ કચરાને તાત્કાલિક ધોરણે હટાવી અન્ય જગ્યાએ નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈટ મુદ્દે ઘણા વખતથી સતત વિવાદમાં રહી છે, ત્યારે થામ અને મનુબર વચ્ચે કંથારીયા ગામની સીમના ખેતરમાં નગરપાલિકા દ્વારા ડમ્પીંગ સાઈટ ઊભી કરી દેવામાં આવી છે, ત્યારે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સાથે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા ઉભી કરાયેલ ડમ્પિંગ સાઈટથી અતિશય દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.ગ્રામજનોએ ભારે હોબાળો મચાવતા નગર પાલિકા દ્વારા કચરાનો નિકાલ ભરૂચ શહેરમાં આવેલ જે.બી.મોદી પાર્ક નજીક કરવામાં આવ્યો હતો જો કે શહેરની મધ્યમાં કચારનો નિકાલ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને આ અંગેના મીડિયાના અહેવાલ બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને કચરાને તાત્કાલિક ધોરણે હટાવી અન્ય જગ્યાએ નિકાલ કરવાની કામગીરી શરૂ કરી હતી.

આ અંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ કનેક્ટ ગુજરાત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે ભરૂચ શહેરમાંથી નીકળતા કચરાના નિકાલનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી વિકટ બની રહ્યો છે જેના નિરાકરણ માટે ટેંડરિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં જે તે કંપનીને ટેન્ડર આપી ઘન કચરાના નિકલનો પ્રશ્ન કાયમી ધોરણે દૂર થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Tags:    

Similar News