ભરૂચ : નેત્રંગના લાલ મંટોડી પ્રાથમિક શાળાના ધાબા પરથી પતંગ ચગવતી વેળા પટકાતા વ્યક્તિનું મોત...

પતંગ ચગાવવા ચઢેલા એક 42 વર્ષીય વ્યક્તિનું ધાબા પરથી પતંગ ચગાવતી વેળા નીચે પટકાતાં ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું હતું.

Update: 2022-01-15 06:16 GMT

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ લાલ મંટોડી પ્રાથમિક શાળાના ધાબા પરથી ઉતરાયણ પર્વને લઈ પતંગ ચગાવવા ચઢેલા એક 42 વર્ષીય વ્યક્તિનું ધાબા પરથી પતંગ ચગાવતી વેળા નીચે પટકાતાં ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, નેત્રંગના લાલ મંટોડી ગામે બપોરના સુમારે 42 વર્ષીય સુરેશ વસાવા પ્રાથમિક શાળાના ધાબા ઉપર પતંગ ચગાવવા ગયા હતા, ત્યારે પતંગ ચગવતી વેળા તેઓએ સંતુલન ગુમાવતા શાળાના ધાબા પરથી નીચે પટકાયા હતા. ગંભીર ઇજાના પગલે તેઓનું મોત નિપજ્યું હતું. હાલ સમગ્ર મામલે નેત્રંગ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉતરાયણનો પર્વ ભરૂચ જિલ્લાના લોકો માટે ઘાતક સમાન સાબિત થયો છે. પ્રથમ પતંગના દોરાથી ગળા કપાયાની 5થી વધુ ઘટનાઓમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. તો બીજી તરફ ધાબા પરથી પટકાયેલ વ્યક્તિએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Tags:    

Similar News