ભરૂચ : વાલિયાના અનેક ગામોમાં DGVCLની ચેકીંગ ડ્રાઈવ, રૂ. 2 લાખથી વધુની વીજ ચોરી ઝડપાય

વિવિધ ગામોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં આશરે 276 જેટલા કનેક્શનનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Update: 2022-06-03 14:28 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિભાગીય કચેરી કાર્યપાલક ઈજનેર તથા વડી કચેરીના સંયુક્ત ઉપક્રમે વાલિયા સબ ડિવિઝનના વિવિધ ગામોમાં ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. વીજ વિભાગ દ્વારા આજરોજ હાથ ધરાયેલ ચેકીંગ ડ્રાઈવમાં 7 ટીમોએ વાલિયા સબ ડિવિઝનના તાબા હેઠળ આવતા જબુગામ, મેરા, ભરાડીયા અને મોખડી સહિતના વિવિધ ગામોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં આશરે 276 જેટલા કનેક્શનનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.


જેમાં મેરા ગામના 4 સહિત અન્ય ગામના વીજ ગ્રાહકો વીજ ચોરી કરતા રંગે હાથે ઝડપાયા હતા. આ ચેકીંગ ડ્રાઈવમાં આશરે 2 લાખ 60 હજાર જેટલી રકમની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી, ત્યારે હાલ તો વીજ ચોરી કરતાં તમામ વીજ ગ્રાહકો વિરુદ્ધ DGVCL દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News