ભરૂચ: મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ગરીબ જરૂરિયાતમંદોને અનાજની કીટનું કરાયું વિતરણ

પ્રાણીમાત્રના કલ્યાણની પ્રવૃતિઓમાં આગળ અને અબોલ જીવોની સેવા કરતી સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશને પોતાની સેવામાં ભુખ્યાને ભોજન મળી રહે

Update: 2022-09-20 12:53 GMT

પ્રાણીમાત્રના કલ્યાણની પ્રવૃતિઓમાં આગળ અને અબોલ જીવોની સેવા કરતી સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશને પોતાની સેવામાં ભુખ્યાને ભોજન મળી રહે તેવા હેતુસર વડીલ વાત્સલ્ય વંદના પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી છે.વડીલ વાત્સલ્ય વંદના પ્રકલ્પ અંતર્ગત દાતાઓના સહયોગથી દર માસે જરૂરિયાત મંદોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવશે.જેની શરૂઆત કરવામાં આવી છે.ધોરાજીના દાતા રંજનબેન હરિદાસ ચોરેરાના સહયોગથી ઉપસ્થિત સદગ્રહસ્થ દિનેશભાઇ અનડકટ, સંસ્થાના સંસ્થાપક જયેશભાઇ પરીખ અને ઉપસ્થિત સંસ્થાના હોદ્દેદારોના હસ્તે જરૂરિયાતમંદોને અનાજ કિતનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News