ભરૂચ: જંબુસરના કલક ગામ નજીક બાઇક સ્લીપ થઈ જતા ચાલકનું મોત

જંબુસરના કલક અને ડોલીયા વચ્ચે બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું

Update: 2022-03-16 10:06 GMT

ભરૂચ: જંબુસરના કલક અને ડોલીયા વચ્ચે બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું

જંબુસર તાલુકાના ડોલીયા ગામમાં રહેતા અશ્વિન મકવાણા વાગરા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરી રાત્રિ ઘરે પરત જતો હતો તે દરમિયાન કલક ગામ નજીક તેઓની બાઈક સ્લીપ થઈ જતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું,મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે હોસ્પિટલમાં તબીબ હાજર ન હોય લોકોએ રોષ ઠાલવો હતો.તબીબો જો નિયમિત હાજર નહી રહે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Tags:    

Similar News