ભરૂચ : તવરા નજીક પેટ્રોલપંપ ઉપર મારામારી, LIVE દ્રશ્યો CCTVમાં કેદ

Update: 2022-02-21 14:49 GMT

ભરૂચ તાલુકાના તવરા ગામ નજીક આવેલાં એક પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે આવેલાં બાઇકસવાર યુવાનોએ પેટ્રોલપંપના કર્મચારીને માર માર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

Full View

ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ જતાં રોડ પર નવું શહેર વિકસી રહયું હોય તે પ્રકારે બાંધકામ થઇ રહયાં છે અને લોકોની વસતી વધવાથી હવે જીવનજરૂરીયાતની વસ્તુઓની દુકાનો તથા પેટ્રોલપંપ પણ વધી રહયાં છે. તવરા ગામ નજીક આવેલાં એક પેટ્રોલપંપ ઉપર એક બાઇક પર યુવાનો પેટ્રોલ ભરાવવા માટે આવે છે. પેટ્રોલ પંપ ઉપર ફરજ પર રહેલા કર્મચારીએ બાઇકમાં પેટ્રોલ ભરી આપ્યા બાદ તેને બાઇક આગળ લેવા જણાવ્યું હતું. આ દરમિયાન બાઇકસવાર યુવાનો કર્મચારી સાથે ઝગડો કરી તેને માર મારે છે. આટલેથી મામલો અટકયો ન હતો અને થોડીવારમાં કારમાં કેટલાક પુરૂષો અને મહિલાઓ પેટ્રોલ પંપ ઉપર આવે છે અને ત્યાં મારામારી કરે છે. આખી ઘટના પેટ્રોલપંપ પર લાગેલાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. બનાવ સંદર્ભમાં પોલીસ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News