ભરૂચ: જંબુસરના કાવા ગામે 2 મકાનોમાં આગ, પરિવારજનોનો આબાદ બચાવ

ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામે પરમાર ફળિયામાં બે મકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી.

Update: 2024-03-11 05:29 GMT

ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામે પરમાર ફળિયામાં બે મકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે અન્ય એક મકાન પણ આગની ઝપેટમાં આવી ગયું હતું બનાવની જાણ મકાન માલિકે સરપંચને કરતા સરપંચ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જંબુસર નગરપાલિકાના ફાઇટ ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ મકાનમાં લાકડાના મોટો જથ્થો હોવાના કારણે આગ કાબુમાં આવી ન હતી જેના કારણે આસપાસની ત્રણ કંપનીઓના અન્ય ફાયર ટેન્ડોરોની પણ મદદ લેવામાં આવી હતી.

ચાર જેટલા ફાયર ફાઈટર હોય ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી લગભગ અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આગમાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. શોર્ટસર્કિટના કારણે મકાનમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

Tags:    

Similar News