ભરૂચ:કોંગ્રેસમાં ઉકળતા ચરું વચ્ચે હરીશ પરમારે નવા શહેર પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો

જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલા વાદવિવાદો વચ્ચે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હરીશ પરમારની વરણી કરવામાં આવી છે.

Update: 2022-09-01 10:45 GMT

ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલા વાદવિવાદો વચ્ચે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હરીશ પરમારની વરણી કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ કાર્યલાય ખાતે કોંગી આગેવાનોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત શહેર કોંગ્રેસ પ્રમુખે ચાર્જ સંભાળ્યો હતો.

ભરૂચ જિલ્લામાં સ્વ. અહેમદ પટેલના નિધન બાદ કોંગ્રેસમાં ઘણા કાર્યકરો નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે. આ વચ્ચે થોડા દિવસો અગાઉ પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ તેજપ્રીત શોખી સહિત 7 કોંગી આગેવાનોએ પ્રદેશ કોંગ્રેસને રાજીનામું ધરી દીધું હતું, ત્યારે હવે ભરૂચ કોંગ્રેસમાં મજબૂત નેતાગીરી અને કોંગી કાર્યકરોને સુદ્રઢ માર્ગદર્શન મળે તેવા પ્રયાસે પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક મજબૂત આગેવાનને પક્ષની જવાદારી સોંપવામાં આવી છે. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હરીશ પરમારની વરણી કરવામાં આવી છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાની ઉપસ્થિતિમાં નવનિયુક્ત શહેર કોંગ્રેસ પ્રમુખે ચાર્જ સાંભળ્યો હતો. આ પ્રસંગે યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, નગરસેવક સમસાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી, જ્યોતિ પરમાર સહીતના કોંગી આગેવાનો અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહી ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમારને પુષ્પગુચ્છ આપી સન્માનીત કર્યા હતા.

Tags:    

Similar News