ભરૂચ : ઝઘડીયા નજીક કાર-બાઇક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, બાઇકના થઈ ગયા 2 ટુકડા

Update: 2021-08-04 08:34 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા પંથકમાં હાઈસ્કુલ નજીક કાર અને બાઇક વચ્ચે ગામખાર અકસ્માત સર્જાયો હતો, ત્યારે સર્જાયેલા અકસ્માતમાં બાઇકના 2 ટુકડા થઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, ઝઘડીયાના ચાર રસ્તા નજીક સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલની સામે ઉચેડીયા ગામનો રહેવાસી વિપુલ વસાવા પોતાની GJ-16-BQ-8075 નંબરની બાઇક લઈને જતો હતો તે દરમ્યાન પુરઝડપે આવી રહેલ KA- 04-D-6124 નંબરની કારના ચાલકે બાઇક સવારને જોરદાર ટક્કર મારી રોડ ઉપર ફંગોળી દીધો હતો.

અકસ્માતમાં બાઇક ચાલક વિપુલ વસાવાને માથાના તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઇકના 2 ટુકડા થઈ ગયા હતા. હાલ તો ઝઘડીયા પોલીસે કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News