ભરૂચ : લખીગામના લેન્ડ લુઝર્સનું ટેગા કંપની સામે આંદોલનનું એલાન, જિલ્લા કલેક્ટર કચેરીએ આપ્યું આવેદન પત્ર

લખીગામના લેન્ડ લુઝર્સની રોજગારીના મુદ્દે સરપંચ સહિત ગ્રામજનોએ ટેગા કંપની સામે આંદોલનનું એલાન કરી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી કંપની સામે ધરણા આદોલન કરવા પરવાનગીની માંગી છે.

Update: 2022-10-21 12:41 GMT

ભરૂચ જિલ્લાના લખીગામના લેન્ડ લુઝર્સની રોજગારીના મુદ્દે સરપંચ સહિત ગ્રામજનોએ ટેગા કંપની સામે આંદોલનનું એલાન કરી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી કંપની સામે ધરણા આદોલન કરવા પરવાનગીની માંગી છે.

ટેગા ઇન્ડસ્ટ્રીઝ કંપની લખીગામની હદમાં આવેલ છે, કંપનીને લખીગામ ગ્રામ પંચાયત દ્વારા 2 વાર લેખિતમાં નોટિસ આપી કંપની દ્વારા લખીગામના સ્થાનિક લોકો અને લેન્ડ લુઝસને થતાં અન્યાય અને પોલ્યુશન અંગેની જાણ કરવામાં આવી હતી. લગભગ ૧૦ મહિના પહેલા કંપનીએ લખીગામના 2 લેન્ડ લૂસરને ઈનક્વાયરીના નામે છુટા કર્યા હતા. કંપની દ્વારા ઈનક્વાયરીના નામે ખોટી રીતે હેરાનગતી કરવામાં આવતાં હોવાનો આક્ષેપ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આટલો સમય વીતી ગયો હોવા છતાં કંપની ઇન્કવારી પૂરી થઈ નથી, અને આ ઈનક્વાયરીના નામે લેન્ડ લૂસર પર માનસીક ત્રાસ ગુજારવામાં આવે છે. નોકરી ન હોવાના કારણે આ બન્ને લેન્ડ લૂસરને ઘરનું ગુજરાન ચલાવામાં પણ બહુ જ તકલીફ થાય છે. ગ્રામ પંચાયત દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કંપની મેનેજમેંટ દ્વારા સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો નથી, એના કારણે લખીગામના ગામ જણો દ્વારા કંપની વીરુદ્ધ ધરણાં આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજથી 25 દિવસ બાદ કંપની વિરુદ્ધ લખીગામના સમગ્ર ગ્રામજનો દ્વારા ધરણાં આંદોલન કરવામાં આવશે, જેની પરવાનગી માટે ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે.

Tags:    

Similar News