ભરૂચ: ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો પરેશાન, ન.પા.તંત્ર ક્યારે કરશે કામગીરી?

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 5માં ઉભરાતી ગટરના પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો દ્વારા આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Update: 2022-12-27 10:59 GMT

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 5માં ઉભરાતી ગટરના પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો દ્વારા આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ભરૂચ શહેરની રચના નગર ૩ સોસાયટી વિસ્તારમાં ઉભરાતી ગટરોના પાણી લોકોના ઘર આંગણે ભરાઈ રહ્યા છે અને તેમાંય મચ્છરોના ઉપદ્રવથી લોકોએ અને ખાસ કરી બાળકોએ હવે ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો છે. મચ્છરોના કારણે કોલેરા,મલેરીયા, ડેન્ગ્યુ જેવા રોગનો ભોગ સ્થાનિકો ન બને તે માટે ઘર આંગણે ભરાયેલા ગંદા પાણીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે નેતાઓ પ્રચારમાં આવ્યા ત્યારે સમસ્યાના નિરાકરણની ખાતરી આપી હતી જો કે હજુ સુધી પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી ત્યારે હજુ પણ જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Tags:    

Similar News