ભરૂચ: MLA અરૂણસિંહ રણા દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

ભરૂચની વાગરા વિધાનસભા ક્ષેત્રમાં સતત ત્રીજી વખત વિજેતા થયેલ ધારાસભ્ય અરુણસિંહ રણા ઘ્વારા મતદાઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો.

Update: 2023-03-03 12:53 GMT

ભરૂચની વાગરા વિધાનસભા બેઠક પર ભવ્ય જીત મેળવનાર ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચની વાગરા વિધાનસભા ક્ષેત્રમાં સતત ત્રીજી વખત વિજેતા થયેલ ધારાસભ્ય અરુણસિંહ રણા ઘ્વારા મતદાઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો.

Full View

જેમાં સાંસદ મનસુખવસાવા, પ્રભારી જનક બગદાણાવાળા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનોની હાજરીમાં વિશાળ જનમેદનીને સંબોધન કરતા ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ધારાસભ્ય અરુણસિંહ રણાના ઋણ સ્વીકારના અભિગમને આવકાર્યો હતો.

તેમણે કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નારેન્દ્રભાઈની લોકો પ્રત્યેની લાગણી, એમના પ્રત્યેનો પ્રેમ, દેશ અને ગુજરાતને સુરક્ષિત રાખવામાં તેમનું યોગદાન અને વિશ્વાસ નરેન્દ્રભાઈનો છે એના કારણે આપણે 156 બેઠકો જીતી શક્યા છે.વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ મતદાતાઓના ઋણનો સ્વીકાર કરી વાગરાના મતદારોએ તેમને પ્રેમભાવ અને તાકાત આપ્યા હોવાનું કહ્યું હતું. વાગરા વિધાનસભા ક્ષેત્રના વિકાસની ઝાંખી કરાવી ધારાસભ્યએ પ્રત્યેક ગરીબ પરિવારને તેનું પોતાનું ઘર મળે તેવો સંકલ્પ હોવાનું પણ ઉમેર્યું હતું.

Tags:    

Similar News