ભરૂચ : ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાલના મહા શિવરાત્રીએ શક્તિનાથ ખાતે દર્શન, માળાનું કરાશે ભક્તોને વિતરણ

મહા શિવરાત્રીના પાવન દિને શક્તિનાથ પાસે ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાલના શિવલિંગ સાથે સિદ્ધ કરેલ રુદ્રાક્ષ માળાની પ્રસાદીનું શિવભક્તોને વિતરણ કરવામાં આવનાર છે.

Update: 2024-02-29 10:43 GMT

ભરૂચમાં મહા શિવરાત્રીના પાવન દિને શક્તિનાથ પાસે ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાલના શિવલિંગ સાથે સિદ્ધ કરેલ રુદ્રાક્ષ માળાની પ્રસાદીનું શિવભક્તોને વિતરણ કરવામાં આવનાર છે.

મહા શિવરાત્રીના પાવન દિને ભરૂચના શકિતનાથ પાસે ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાલના શિવલિંગ સાથે સિદ્ધ કરેલ રુદ્રાક્ષ માળાની પ્રસાદીના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ એટલે ભૃગુકચ્છ જે સદૈવ તપોભૂમિ રહી છે, અને સાધનાનું ઉત્તમ પર્વ એટલે મ્હાશિવરાત્રી... શાસ્ત્રમાં જોઈએ તો ભગવાન રામ પણ શિવની ભક્તિ કરતા જોવા મળે છે. તો આ વર્ષે ભરૂચમાં રાજુભાઈ દ્વારા હરી અને હરનો ઉત્તમ સંયોગ થવા જઈ રહ્યો છે. તે અવસરે શક્તિનાથ સર્કલ નજીક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉજ્જૈનમાં મહાકાલ શિવલિંગ છે, એ જ રીતે ભરૂચમાં શિવલિંગ બનાવવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને અચૂક દર્શનનો લાભ લેવા અને દર્શન કરી સિદ્ધ રુદ્રાક્ષ અને સિદ્ધ તુલસી માળાનો પ્રસાદ ગ્રહણ કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મહા શિવરાત્રીના દિને સાંજે 6 કલાકે મહાઆરતી તેમજ રુદ્રાક્ષ અને માળાની પ્રસાદીને સાંજે 7 કલાકે વિતરણ કરવામાં આવનાર છે.

Tags:    

Similar News