ભરૂચ: પોલીસ વિભાગ દ્વારા પોલીસ એથ્લેટીક મીટનો પ્રારંભ, પોલીસકર્મીઓએ વિવિધ રમતોમાં લીધો ભાગ

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આજથી પોલીસ એથ્લેટીક મીટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પોલીસકર્મીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો

Update: 2023-02-09 12:25 GMT

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આજથી પોલીસ એથ્લેટીક મીટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પોલીસકર્મીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા પોલીસકર્મીઓને તણાવમુક્ત હળવું વાતાવરણ પ્રદાન કરવા પોલીસ એથ્લેટીક્સ મીટ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. અતિ વ્યસ્ત અને સતત જવાબદારીના અહેસાસ વચ્ચે કામ કરતા પોલીસકર્મીઓ અને અધિકારીઓને આનંદની પળો આ આયોજન થકી પ્રદાન કરવામાં આવી હતી. ત્રિદિવસીય ખેલ મહાકુંભનો ભરૂચ SP ના હસ્તે પ્રારંભ કરાયો હતો.પોલીસ અધિક્ષક જિલ્લા પોલીસ પરિવારના વડા તરીકે ઓળખાતા હોય છે.એથ્લેટીક્સ મીટ 2023ના ઉદ્ઘાટક SP ડો. લીના પાટીલ હતા.જિલ્લા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ટ્રેક ઉપર દોડતા અધિકારીઓ અને કર્મચારીઓને નિહાળી તેમની ફિટનેસ પારખી હતી તો સાથે વિજેતાઓને બિરદાવ્યા પણ હતા. મોટી સંખ્યામાં જિલ્લા પોલીસના અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યોએ અલગ - અલગ રમતોમાં ભાગ લીધો હતો.

Tags:    

Similar News