ભરૂચ : નંદેલાવના ડેપ્યુટી સરપંચ તરીકે પ્રકાશ મેકવાન વિજેતા, એક પેનલના બે ઉમેદવાર વચ્ચે હતો જંગ

ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચુંટણીમાં એક જ પેનલના બે ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો.

Update: 2022-01-17 12:08 GMT

ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચુંટણીમાં એક જ પેનલના બે ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે પ્રકાશ મેકવાનનો વિજય થયો છે.

ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયતની ચૂંટણી માં ત્રણ પેનલો વચ્ચે રસાકસી જામી હતી. જેમાં પુર્વ સરપંચ રતિલાલ ચૌહાણની પેનલના સરપંચ ચુંટાયા હતાં જયારે પુર્વ ડેપ્યુટી સરપંચની પેનલના સભ્યો વધારે ચુંટાય આવ્યાં હતાં. ડેપ્યુટી સરપંચ પદ માટે એક જ પેનલ સંજય સોલંકી અને પ્રકાશ મેકવાન વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ત્રીજી પેનલના એક માત્ર સભ્યનો મત પ્રકાશ મેકવાનને મળ્યો હતો જેના કારણે ડેપ્યુટી સરપંચ તરીકે પ્રકાશ મેકવાનનો વિજય થયો હતો. પ્રકાશ મેકવાનને 9 જયારે તેમના હરીફ સંજય સોલંકીને 8 મત મળ્યાં હતાં.

Tags:    

Similar News