ભરૂચ: એલિવેટર બ્રિજની કામગીરી માટે ઉભા કરાયેલ મિક્સર પ્લાન્ટનો વિરોધ, સ્થાનિકોએ પાઠવ્યું આવેદનપત્ર

શ્રવણ ચોકડી ઉપર બનનાર એલિવેટર બ્રિજની કામગીરી માટે ઉભા કરાયેલ મિક્સર પ્લાન્ટ બંધ કરાવવાની માંગ સાથે 5 સોસાયટીના રહીશોએ કલેક્ટરને રજૂઆત કરી હતી

Update: 2022-12-23 08:20 GMT

ભરૂચની શ્રવણ ચોકડી ઉપર બનનાર એલિવેટર બ્રિજની કામગીરી માટે ઉભા કરાયેલ મિક્સર પ્લાન્ટ બંધ કરાવવાની માંગ સાથે 5 સોસાયટીના રહીશોએ કલેક્ટરને રજૂઆત કરી હતી

ભરૂચની શ્રવણ ચોકડી ઉપર બનનાર એલિવેટર બ્રિજ ને કામગીરી શરૂ થતાં પહેલાં જ ગ્રહણ લાગ્યું હોય તેમ આ માટે ઊભા કરાયેલ મિક્સર પ્લાન્ટનો સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી બંધ કરાવી ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.ભરુચની શ્રવણ ચોકડી પર કરોડો રૂપિયાના ખર્ચે એલિવેટર બ્રિજનું નિર્માણ થનાર છે.જે માટેની મિક્સર પ્લાન્ટની કામગીરી શરૂ થતાં આસપાસની સોસાયટીના રહીશોએ આ મિક્સર મશીનના પ્લાન્ટથી સ્થાનિકોના સ્વાસ્થ્ય પર અસર પડશે તેવા આક્ષેપ સાથે 5 સોસાયટીના આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ કામગીરી બંધ કરાવવા રજૂઆત કરી હતી

Tags:    

Similar News