ભરૂચ: CNG પંપ પર ઉઘાડી લૂંટ ચાલતી હોવાના આક્ષેપ સાથે રિક્ષા એશો.દ્વારા કલેક્ટરને કરાય રજૂઆત

ભરૂચ રીક્ષા એસોશીએશન દ્વારા ગુજરાત ગેસ સંચાલિત સીએનજી પંપો પર ઉઘાડી લૂંટ ચાલતી હોવાના આક્ષેપ સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી

Update: 2022-06-21 07:58 GMT

ભરૂચ રીક્ષા એસોશીએશન દ્વારા ગુજરાત ગેસ સંચાલિત સીએનજી પંપો પર ઉઘાડી લૂંટ ચાલતી હોવાના આક્ષેપ સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી

ભરૂચ જિલ્લામાં કાર્યરત ગુજરાત ગેસ કંપનીના સી.એન.જી. ગેસ સ્ટેશનો પર દર બે ચાર મહિનાના સમયગાળાના અંતરે મેન્ટેનન્સના નામે સી.એન.જી. ગેસ સ્ટેશનો પર જાડો ગેસ મળશે તેવા કેટલાય દિવસો સુધી બોર્ડ લગાવવામાં આવે છે . રીક્ષા એસોસિયન દ્વારા આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સ્ટાન્ડર્ડ માપદંડ અનુસાર સી.એન.જી. ઓટોરીક્ષામાં ગેસના બોટલમાં ૪ કિલો ગેસ ભરાવો જોઈએ તેના બદલે ૪ કિલોથી વધુ વજનનો ગેસ ભરાઈ જાય છે.જે નિયત કરેલ માપદંડ વિરુદ્ધ છે અને જેના કારણે ગરીબ ઓટોરીક્ષા ચાલકોના માથે આર્થિક બોજ પણ પડી રહ્યો છે . ગુજરાત ગેસ સંચાલિત સી.એન.જી. પંપ પર જ જાડો ગેસ મળી રહ્યો છે જ્યારે કે આખા ગુજરાતભરમાં કોઈપણ સી.એન.જી. પંપ પર જાડો ગેસ મળતો નથી અન્ય કંપની સંચાલિત સી.એન.જી ગેસ પંપ પર મેઈન્ટનન્સના નામે જાડો ગેસ આપવામાં આવે છે તેવું કદાપિ બન્યું નથી જોકે ગુજરાત ગેસ સંચાલિત સી.એન.જી. ગેસ પંપ પર જ આવું કેમ બને છે તેની તપાસ કરવામાં આવે અને ગુજરાત ગેસ દ્વારા મેઈન્ટનન્સના નામે ચલાવાતી ઉઘાડી લૂંટ વહેલામાં વહેલીતકે બંધ કરવાની માંગ સાથે રીક્ષા એસોસિએશન પ્રમુખ આબિદ મિર્ઝાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી

Tags:    

Similar News