ભરૂચ: વાલિયા-વાડી રોડ પર અકસ્માતમાં માતાની નજર સામે જ પુત્ર અને પતિનું મોત

Update: 2021-10-18 05:32 GMT

ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામ નજીક મોતિપરા ગામના બાઈક સવારોને હાઈવા ચાલકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાતા પિતા-પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી

વાલિયા તાલુકાના મોતિપરા ગામમાં રહેતા 43 વર્ષીય વિજય ગામીત ગતરોજ સાંજના સમયે પોતાની બાઈક નંબર-જી.જે.16.એ.એચ. 2470 લઈ પત્ની સુલેખા ગામીત અને પુત્ર દિવ્યાંગ ગામીત સાથે અંકલેશ્વર ખાતે કામ અર્થે ગયા હતા જેઓ કામ પતાવી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન વાલિયા-વાડી રોડ ઉપર ડહેલી ગામના કિમ નદીના પુલ પાસે સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલ હાઈવા ટ્રક ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો હાઈવા ચાલકે બાઇકને અડધો કિલોમીટર સુધી ઘસડી ગયો હતો આ અકસ્માતમાં પિતા-પુત્રને ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલિક 108 સેવાની મદદ વડે સારવાર અર્થે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી અકસ્માતને પગલે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Tags:    

Similar News