ભરૂચ: અત્યાધુનિક યુનિટી બ્લડ સેન્ટરનું ભાજપ અધ્યક્ષ CR પાટીલના હસ્તે આવતીકાલે કરાશે ઉદ્ઘાટન

બુધવારે તમામ આધુનિક સુવિધા અને સ્ટાફ સાથે 24 કલાક સેવારત રહેનાર યુનિટી બ્લડ સેન્ટરનું સેવાશ્રમ ઇમરલેન્ડ બિઝનેસ હબ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉદ્ઘાટન કરશે.

Update: 2022-08-30 12:35 GMT

ભરૂચ જિલ્લા માટે બુધવારે તમામ આધુનિક સુવિધા અને સ્ટાફ સાથે 24 કલાક સેવારત રહેનાર યુનિટી બ્લડ સેન્ટરનું સેવાશ્રમ ઇમરલેન્ડ બિઝનેસ હબ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉદ્ઘાટન કરશે. બુધવારે સવારે 10 કલાકે યોજાનાર ઉદ્દઘાટનમાં સાંસદ મનસુખ વસાવા, વિધાનસભા દંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. ગ્રીન એન્વાયરમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટથી શૈલેષ પટેલ અને તેમના સહયોગી મિત્રો પૈકી કમલેશ પટેલ અને વાજીદભાઈ જમાદાર દ્વારા લોક સેવા માટે હવે એ દરેક પ્રકારનું લોહી તથા લોહીના ભાગો ભરૂચમા ઉપલબ્ધ કરાવવા યુનિટી બ્લડ સેન્ટરનો પ્રારંભ કરાઈ રહ્યો છે.

Tags:    

Similar News