ભરૂચ : તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડનું સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું

તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડનું નિર્માણ, ખેલાડીઓ વિવિધ રમતો રમી શકે તે માટેનું આયોજન.

Update: 2021-07-03 11:21 GMT

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે મલ્ટીપર્પઝ ગ્રાઉંડનું રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સામાન્યરીતે વ્યવસ્થિત, સક્ષમપણે અને કુશળતાપૂર્વક કરાતી શારીરિક પ્રવૃત્તિને રમત-ગમતની વ્યાખ્યા તરીકે ઓળખાય છે. જોકે, રમત-ગમતમાં પરિણામ નક્કી કરાય, ત્યારે સ્પર્ધકની શારીરિક ક્ષમતા અને કૌશલ્ય બન્ને મહત્વના પરિબળો સાબિત થાય છે. આપણા જીવનમાં રમતગમતનું ઘણું મહત્વ છે. આપણા જીવનમાંથી રમત-ગમત લુપ્ત ન થાય તે માટે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે લોન ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, સ્કેટિંગ જેવી રમતોને ખેલાડીઓ રમી શકે તે માટે એક વિશાળ મલ્ટીપર્પઝ ગ્રાઉંડ તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારે આ મલ્ટીપર્પઝ ગ્રાઉંડનું રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, BDMAના પ્રમુખ હરીશ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News