ભરૂચ : ઉમલ્લા 108 એમ્બ્યુલન્સની ટીમે રાજપારડીની સગર્ભા મહિલાને ઘરે જ સફળ પ્રસૂતિ કરાવી

ઉમલ્લા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે રાજપારડીની સગર્ભા મહિલાને ઘરે જ સફળ પ્રસૂતિ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Update: 2022-08-27 09:01 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે રાજપારડીની સગર્ભા મહિલાને ઘરે જ સફળ પ્રસૂતિ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રાજપારડી ખાતે સડક ફડિયામાં રહેતી સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા થવા લાગી હતી. જેથી મહિલાના પરિવારજનોએ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. ઉમલ્લા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના ઈએમટી હીના વસાવા અને પાયલોટ રવિદ્રભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા વધી જતા 108ના ઈએમટી હીના વસાવાએ ઈઆરસીપી તબીબની સલાહ મુજબ સગર્ભા મહિલાને ઓક્સિજન પુરો પાડી તેઓના ઘરે જ સફળ પ્રસૂતિ કરાવી હતી. જેમાં સગર્ભા મહિલાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા તેમજ બાળકીને વધુ સારવાર અર્થે અવિધા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યારે સગર્ભા મહિલાના પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યો હતો.

Tags:    

Similar News