અંકલેશ્વરના જીતાલી ગામે પ્લેટેનિયમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની બુકીંગ ઓફિસના પ્રથમ માળેથી જુગારધામ ઝડપાયું,લાખોનો મુદ્દામાલ જપ્ત

જીતાલી ગામે પ્લેટેનિયમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની બુકીંગ ઓફિસના પ્રથમ માળેથી જુગારધામ ઝડપાયું

Update: 2022-06-11 07:40 GMT

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ટીમને પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે જીતાલી ગામ પાસે આવેલી પ્લેટીનીયમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની બુકિંગ ઓફિસના પ્રથમ માળે તપાસ કરતા ઓફિસ માં પતાપાના નો જુગાર રમતા હાઈપ્રોફાઈલ 9 લોકોને 2.35 લાખ રોકડા , વાહનો મળી 23 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે ભાવેશ કરશન ભિમાણી ,જનક અરવિંદ ધોલારીયા, શૈલેષ બટુક ગોધાણી, મહેન્દ્ર બાબુ માલવિયા,સાગર વનજી જૈન,સુરેશ ગોપાલ ભરવાડ,અમિત ગોંડલીયા,નીતિન નાનું કાયાડા,ભરત કાન્જી બાવીશને રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

Tags:    

Similar News