રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; ભરૂચ સહીત દક્ષીણ ગુજરાતમાં આજે પડી શકે છે ભારે વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલ હજી યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે

Update: 2021-09-25 05:28 GMT

રાજ્યમાં વરસાદી માહોલ હજી યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. જો કે, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, તો દક્ષિણ ગુજરાતના પણ અમૂક જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે.

હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તો રવિવારે નવસારી, વલસાડ, બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 92 ટકા વરસી ચૂક્યો છે વરસાદ.

Tags:    

Similar News