અંકલેશ્વર : પ્રતિન ચોકડીથી વાલિયા ચોકડી સુધીના ગેરકાયદે દબાણોને પોલીસે દૂર કર્યા, દબાણકર્તાઓમાં ફફડાટ

પોલીસની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો

Update: 2023-12-05 08:40 GMT

અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાય

પ્રતિન ચોકડીથી વાલિયા ચોકડી સુધીના દબાણો દૂર કરાયા

પોલીસની કામગીરીથી અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી’ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડીથી વાલિયા ચોકડી વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરતાં અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. અંકલેશ્વર શહેરના બી’ ડિવિઝન પોલીસ મથકની હદમાં પ્રતિન ચોકડીથી વાલિયા ચોકડી વિસ્તારને જોડતા માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા સર્જાય રહી છે. પિક અવર્સમાં વારંવાર થતાં ટ્રાફિક જામના પગલે વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

જેના અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે પ્રતિન ચોકડીથી વાલિયા ચોકડી સુધીના માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દૂર કરવા સાથે દંડ વસૂલ પણ કર્યો હતો.પોલીસની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે માર્ગોની બન્ને બાજુના દબાણો હટાવતા જ રોડ ખુલ્લા થતાં હવે ટ્રાફિકની સમસ્યા નહિવત થાય તેવી કામગીરીના પગલે વાહનચાલકોએ પણ હાશકારો અનુભવ્યો છે.

Tags:    

Similar News