ભરૂચમા પોસ્ટ ઓફિસની કામગીરી બે દિવસ બંધ, કામ અર્થે આવનાર લોકો અટવાયા

Update: 2022-04-01 11:14 GMT

ભરૂચમાં પોસ્ટ કર્મીઓની હડતાળ બાદ સિસ્ટમ અપગ્રેડ ના કારણે નાણાકીય કામગીરી બંધ રહેશે. પહેલા હડતાળ અને હવે માર્ચ એન્ડિંગના પગલે પોસ્ટમાં કામકાજ બે દિવસ બંધ રહેતા લોકો અટવાયા હતા.

પોસ્ટ ઓફિસમા માર્ચ એડિંગ બાદ પહેલી એપ્રિલ થી બે દિવસ સિસ્ટમ અપગ્રેડ ના કારણે નાણાકીય કામગીરી બંધ રહેશે.ભરૂચ સહિત સમગ્ર દેશમા આ પ્રિક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું ભરૂચ પોસ્ટ સર્કલ ના પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ આર.બી.ઠાકોરે જણાવી આ દરમ્યાન સેવા કેશ ડીપોઝીટ અને કેશ વિદ્રોલ સેવા બંધ રહેશે પણ એટીએમ સુવિધા નો લાભ લોકો લઈ શકશે.જોકે હાલની બે દિવસની પોસ્ટ કર્મચારીઓની બે દિવસની હડતાળ, અને હવે બે નવા નાણાકીય વર્ષના પ્રારંભે બે દિવસ નાણાકીય સુવિધા બંધ તેમજ પછી રવિવારની રજા જેથી પોસ્ટ ના ગ્રાહકોને હાલાકી પડશે તે નક્કી છે.

Tags:    

Similar News