અંકલેશ્વરમાં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ, સમગ્ર પંથકમાં વાતાવરણ ઠંડુ ગાર બન્યું

ભરુચ જિલ્લાનાં અંકલેશ્વર શહેરમાં કળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદી માહોલમાં વાતાવરણ ઠંડુગાર બન્યું હતું,

Update: 2022-06-30 07:20 GMT

ભરુચ જિલ્લાનાં અંકલેશ્વર શહેરમાં કળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદી માહોલમાં વાતાવરણ ઠંડુગાર બન્યું હતું,

ભરૂચ જિલ્લામાં આગામી સપ્તાહમાં સામાન્ય વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આજરોજ અંકલેશ્વર પંથકમાં વાદળોની ફોજ ઉતરી આવી હતી અને જોત જોતામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ઉકળાટ અને અસહ્ય બફારા વચ્ચે વરસાદની આતુરતાથી રાહ જોવાય રહી છે.માત્ર થોડી જ મિનિટો માટે વરસેલા વરસાદે અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારો પાણી ભરાયા હતા. તો સાથે જ વાલિયા રોડ પર વૃક્ષારોપણ ધારાશયી થયું હતું. પરંતુ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો આ વરસાદની વાટે બેઠેલા ખેડૂતોમાં પણ ક્યાક ખુશી વ્યાપી હતી.  

Tags:    

Similar News